વડોદરામાં અનિલ આચાર્યના 
પાંચ પુસ્તકોનું વિમોચન

વડોદરામાં અનિલ આચાર્યના પાંચ પુસ્તકોનું વિમોચન થયું. આ અવસરની તસવીરો... મારી સાથે હતા, સુશ્રી અરુણાબેન ચોકસી, ડો. ઉદય શાહ અને ડો.પરાગ રાણા. સુંદર કાર્યક્રમ...એટલા માટે પણ કારણ કે આ પુસ્તકોનું વિમોચન અનિલભાઇએ એમના પુત્ર રુત્વિકના લગ્ન અવસરે યોજ્યું હતું. અનિલભાઇ અને જયશ્રીબેન સહ લિખિત પુસ્તકો 'તારુ મન મારું મન', 'જીવન એક વરદાન', 'એકાંતનું ભાથું', 'સંબંધોનું સૌંદર્ય' અને 'વેનિટી ઓફ લાઇફ' માટે શુભકામનાઓ. નવદંપતિ રુત્વિક અને કૃતિને ખુશહાલ દાંપત્ય જીવનની શુભેચ્છાઅો.