મને આજકાલ બહુ જ
નેગેટિવ વિચારો આવે છે
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

બધાને આવતો સરખો વિચાર હોઈ શકુંઅગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું,
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકોજીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું.
રમેશ પારેખ

દુનિયામાં એક પણ માણસ એવો નહીં હોય જેને ક્યારેય નેગેટિવ વિચાર આવ્યા ન હોયનકારાત્મક વિચારો આવવા એ ખૂબ જ સ્વાભાવિક છેકોઈ જ વ્યક્તિ કાયમ માટે પોઝિટિવ વિચારો કરી જ ન શકેવિચારો ક્યારેક તો આપણને અજવાળામાંથી અંધારા તરફ ખેંચી જ જતા હોય છેજિંદગીમાં કંઈ જ હન્ડ્રેડ પર્સન્ટ હોતું નથીન તો નેગેટિવિટીન તો પોઝિટિવિટીમનમાં સારા-નરસાગૂડ-બેડપોઝિટિવ-નેગેટિવદેવ-દાનવ વચ્ચે યુદ્ધ ચાલતું જ રહે છેઆપણે કેટલી ઝડપથી નેગેટિવિટીને હટાવી દઈએ છીએતેના પર જ આપણી પોઝિટિવિટીનો આધાર રહેતો હોય છેતમે નેગેટિવ વિચારોને ઓળખી શકો છોવિચારો ઉપર તમારી બાજ નજર હોય છેવિચારોને તમે આઇડેન્ટિફાય કરી શકો છોજ્યારે નેગેટિવ વિચાર આવે ત્યારે તમને ખબર હોય છે કે આ વિચાર નકારાત્મક છેમાનો કે ખબર પડી જાય પછી પણ તમે એ વિચારોને ખંખેરી શકો છોજો એવું હોય તો તમે પોઝિટિવ છો!

તમારી પોઝિટિવિટી જો તમારે જાળવી રાખવી હોય તો નેગેટિવિટીને કંટ્રોલમાં રાખોમજા ન આવવીચિંતા થવીડર લાગવોથથરી જવુંધબકારા વધી જવા જેવું થાય ત્યારે તમને એ વાતની જાણ હોય છે કે આપણા વિચારો આપણા હાથમાંથી સરકી રહ્યા છેઆશાઉદાસીડિપ્રેશન અને શૂન્યમનસ્કતા એ બીજું કંઈ નથીપણ નેગેટિવ વિચારોનો એવો ગઠ્ઠો છે જે આપણા ઉપર હાવિ થઈ જતો હોય છેઆ ગઠ્ઠો મળે એ પહેલાં જ ઓગાળી નાખવાની આવડત જેનામાં હોય છે એ જ ખરો સ્વસ્થ માણસ છેજો કોઈ વ્યક્તિ એવું કહેતી હોય કે તેને ક્યારેય ખરાબખોટો કે નેગેટિવ વિચાર નથી આવ્યો તો એ માણસ એક નંબરનો જુઠ્ઠો છેઆવા વિચાર આવતા જ હોય છેપણ આપણે આપણી કુનેહસંસ્કાર અને સમજના કારણે તેને આપણા ઉપર હાવિ થવા દેતા નથીઆપણને ખબર હોય છે કે જો આવું થશે તો હું ભાંગી જઈશમારે જે કરવું છે એ નહીં કરી શકુંઆપણી માનસિક સજ્જતા જ છેવટે આપણને સફળતા અપાવતી હોય છે.

વિચારો છુટ્ટા ઘોડા જેવા હોય છેવિચારો દોડ્યા રાખે છેએકમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો વિચાર ફૂટતો રહે છેવિચારે ચડે ત્યારે માણસ ક્યાં હોય છે અને એ ક્યાં પહોંચી જાય છેવિચારોના ઘોડાને આપણે લગામ બાંધવી પડે છેલગામ ખેંચીને વિચારોને રોકવા પડે છેવિચારોને ક્યારેક આરામ આપવો પડે છેવિચાર શ્વાસ કરતાં પણ વધારે ચાલે છેમાણસ ક્યારેય વિચારો વગરનો હોઈ શકેઆપણે ઘણી વખત એવું કરીએ છીએ કે હમણાં તો કંઈ વિચાર જ નથી આવતાજોકેવિચારો તો આવતાં જ હોય છેયોગ એ વિચારોને આરામ આપવાની જ એક ક્રિયા છે.

એક દિવસ એક યુવાને તેના મિત્રને કહ્યું કેઆજકાલ મને બહુ જ નેગેટિવ વિચારો આવે છેમિત્રએ કહ્યુંતું એટલો સમજુ છે કે તને નેગેટિવ વિચારો આવે છે એનું તને ભાન છેનેગેટિવ વિચારો આવવાના જ છેહવે તારે માત્ર એ જ વિચાર કરવાનો છે કે આ નેગેટિવ વિચારોને કેવી રીતે હટાવવાનકારાત્મક વિચારોને હટાવવા અઘરા નથીજો આપણી તૈયારી હોય તોપોઝિટિવિટીની સૌથી વધુ જરૂરિયાત નેગેટિવિટીને હટાવવા માટે જ પડતી હોય છેમાણસને જો સમજ ન પડે કે તેને નેગેટિવ વિચારો આવી રહ્યા છે તો એ ધીમે ધીમે અંદર જ ખેંચાતો જાય છેઆખરે એ પોતાનામાં જ એવો પુરાઈ જાય છે કે એને બહાર નીકળવાનો રસ્તો નથી મળતો.

હતાશા એક જ ઝાટકે નથી ત્રાટકતીનકારાત્મક વિચારોની એક પછી અક ઈંટ મુકાતી હોય છેએક પછી એક દીવાલ રચાતી હોય છેસૌથી છેલ્લે છત આવી જાય છે અને પછી ચારે બાજુ અંધારું થઈ જાય છેપહેલી ઈંટ આવે ત્યારે જ તેને ફેંકી દેવી જોઈએદીવાલ બની જાય તો એને પાડી દેવી જોઈએછત તો બનવા જ ન દેવી જોઈએતમારા વાતાવરણને તમારે જ ચોખ્ખું રાખવું પડેકોઈ પણ ગંદકી તો જ કોહવાઈ જાયજો આપણે તેને સમયસર સાફ ન કરીએવિચારોનું પણ આવું જ છેવિચારોને સાફ કરતાં રહેવું પડે છેબ્રશ મારતાં રહેવું પડે છેતમે ક્યારેય તમારા વિચારો પર વિચાર કર્યો છેતમારા વિચાર ચોખ્ખા તો છે જે વિચારોમાં સડો તો નથી લાગ્યોનેજો એવું હોય તો તમારા વિચારોનો ઇલાજ કરો.

તમારી પ્રિય વ્યક્તિને કેવા વિચારો આવે છે એ તમે ક્યારેય ચેક કરો છોતમને જેના ઉપર પ્રેમ છેજેની સાથે તમારી સંવેદનાઓ જોડાયેલી છે એવી વ્યક્તિ જ્યારે કોઈ નબળી વાત કરે ત્યારે તમને એવું સ્ટ્રાઇક થાય છે કે આ વ્યક્તિ આવું કેમ બોલીકોઈના મોઢે ગંભીર શબ્દો એમને એમ નીકળતા નથીએની પાછળ એક થોટ પ્રોસેસ હોય છેતમે તમારી વ્યક્તિના શબ્દોનો મર્મ સમજી શકો છોમને ક્યાંય ગમતું નથીડર લાગે છે કે મરવાના વિચાર આવે છે એવું કોઈ કહે ત્યારે તમે સતર્ક થઈ જાવ છોતમારી વ્યક્તિના સારા શબ્દોને હળવાશથી લો તો ચાલશેપણ એના નબળા શબ્દોને ગંભીરતાથી લેજોમાત્ર દિલ જ નહીંઆપણી વ્યક્તિનું દિમાગ કઈ તરફ ચાલી રહ્યું છે તેની તકેદારી રાખવી એ પણ પ્રેમ જ છે.

એક માણસ સંત પાસે ગયોતેણે કહ્યું કે મારી સૌથી નજીકની વ્યક્તિ હતાશ થઈ ગઈ છેએનું ડિપ્રેશન મારાથી જોવાનું નથીમને કોઈ ઇલાજ બતાવોસંતે કહ્યું કે એનો સૌથી મોટો ઇલાજ તું પોતે જ છેડિપ્રેશનની સૌથી મોટી દવા સ્વજન અને સંબંધ છેહૂંફ સૌથી વધુ અસરકારક નીવડે છેઅંધકારમાં ચાલી ગયેલી વ્યક્તિની નજીક નાના-નાના દીવાઓ પ્રગટાવીને એને અહેસાસ કરાવવો પડે છે કે જો પ્રકાશ છેએને પ્રકાશ ન દેખાતો હોય તો હળવા હાથે તેની પાંપણ ઊંચી કરવી પડે છેતેના મનને ઝંઝોળીને જગાડવું પડે છેતેની વેદનાને વ્હાલ કરવું પડે છેતેની આંગળી ઝાલીને એને ઊંડી ગર્તામાંથી બહાર લાવવા પડે છેજે માણસ પોતાનાથી જ ભૂલો પડી ગયો છે એને જો રેઢો મૂકી દઈએ તો એ સાવ જ ખોવાઈ જાય છેઆપણી વ્યક્તિ જો હતાશામાં સરી ગઈ હોય તો એના માટે આપણે થોડાક તો જવાબદાર હોઈએ જ છીએઆપણી વ્યક્તિના મેન્ટલ સ્ટેટસથી પણ આપણે અવેર રહેવું જોઈએ.

એક વ્યક્તિને કંઈ બરાબર નહોતું લાગતુંએની વ્યક્તિ એને ડૉક્ટર પાસે લઈ ગઈબધા રિપોર્ટ્સ કરાવ્યાડૉક્ટરે કહ્યું કે કંઈ નથીબધા જ રિપોર્ટ નોર્મલ છેડૉક્ટરે પછી કહ્યું કેતનના રિપોર્ટ્સ નીકળતા હોય છેમનના રિપોર્ટ્સ નીકળતા નથીએને તો અનુભવવા પડે છેબધું જ માત્ર દવાઓથી કે દુઆઓથી નથી થતુંઘણું બધું હૂંફ અને સ્નેહથી થતું હોય છેઆપણને ખબર ન પડે એમ આપણા વિચારો આપણાથી દૂર નીકળી જતાં હોય છે અને આપણે એકલા પડી ગયા હોય એવું લાગે છેઆવા વિચારો ક્યારેક તો આવી જ ચડવાના છેએને ઝાટકીને ખંખેરી નાખોતમારી વ્યક્તિને જો આવું થતું હોય તો એની વધુ નજીક જાવનકારાત્મક વિચારો પણ કાયમી રહેવાના નથીએ જવાના તો છે જ પણ જો તમે હકારાત્મક હશો તો એ વહેલા ચાલ્યા જશેવિચારો પર વોચ રાખતા રહોક્યાંક એ છટકી ન જાય!

છેલ્લો સીન:
વિચારો જ આપણા આચારનું પ્રતિબિંબ છેવિચારો આધાર ગુમાવે ત્યારે આપણે ખરા અર્થમાં નિરાધાર થઈ જઈએ છીએ.   -કેયુ

('દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, તા. 13 જાન્યુઆરી 2016, બુધવાર, 'ચિંતનની પળે' કોલમ)

kkantu@gmail.com