કામ હોય ત્યારે જ 
હું યાદ આવું છું

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કૈંક ઇચ્છાઓ અધૂરી હોય છેજિંદગી તોયે મધુરી હોય છે.
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથીજીભ પણ ક્યારેક તૂરી હોય છે.
-દક્ષેશ કોન્ટ્રાક્ટર ‘ચાતક

સંબંધોમાં માત્ર ને માત્ર સ્નેહ જ નથી હોતોથોડોક સ્વાર્થ પણ હોય છેકંઈ જ ન હોય તો પણ છેલ્લે પ્રેમ પામવાની અપેક્ષા તો હોય જ છેસ્વાર્થ અને અપેક્ષા વચ્ચેનું ડિસ્ટન્સ બહુ લાંબું હોતું નથીદરેક સંબંધ દિલના નથી હોતાકેટલાક દિમાગના હોય છેકેટલાકબાગના હોય છેતો કેટલાક ‘આગના હોય છેકેટલાક ‘નામના હોય છેતો કેટલાકકામના હોય છેકેટલાક ‘ભાવના હોય છેકેટલાક ‘અભાવના હોય છે અને કેટલાકસ્વભાવના હોય છેકારણ ગમે તે હોયપણ સરવાળે સંબંધ આપણને એક ન દેખાય એવા તંતુથી બાંધે છેઆપણને જોડી રાખે છેઆપણને આપણી સાથે ખોડી રાખે છે.

મોબાઇલની ફોનબુકમાં ધરબાયેલાં અમુક નામો ક્યારેય સ્ક્રીન ઉપર ચળકતાં નથી.કોન્ટેક્ટ્સનું ફોલ્ડર અમુક નામો અને ચહેરાઓ માટે કબ્રસ્તાન જેવું થઈ જતું હોય છેજીવતું કબ્રસ્તાન જોવું હોય તો ક્યારેક તમારા મોબાઇલ ફોનના કોન્ટેક્ટ્સ પર નજર ફેરવી જોજો,કેટલાંક નામો એવાં હશે જે લાંબા સમયથી ‘જીવતા’ થયાં નહીં હોયઅચાનક કોઈ જૂનું નામ સ્ક્રીન પર વાંચવા મળે ત્યારે યાદ કરવું પડે છે કે આ માણસ કોણ છેક્યારે એની સાથે વાત થઈ હતીએનો નંબર મેં શા માટે સેવ કર્યો હતોઆપણે જ સેવ કરેલાં નામ આપણને જ રજિસ્ટર થતાં નથીઆપણી જિંદગીમાં રજિસ્ટ્રેશનને બદલે રિજેક્શન વધતું જાય છે!

એક યુવાનની આ વાત છેઘરમાં આરામથી બેઠો હતો અને અચાનક મોબાઇલની રિંગ વાગીસ્ક્રીન પર એક જૂના મિત્રનું નામ હતુંવર્ષોથી એની સાથે વાત થઈ ન હતી.નામ વાંચીને તરત જ એવું થયું કેબહુ લાંબા સમયે આને હું યાદ આવ્યોનક્કી કંઈક કામ લાગે છેઆજકાલ સ્વાર્થ વગર કોઈ યાદ જ ક્યાં કરે છેતેણે ફોન ઉપાડ્યોસામે છેડેથી એવું બોલાયું કે કેમ છે યારમજામાં એવો જવાબ આપીને તરત જ પૂછ્યું કે કેમ યાદ કર્યો?શું કામ છેકેમકામ વગર ફોન ન કરાયઆ પ્રશ્ન સાંભળીને તરત જ યુવાનનો ટોન બદલી ગયોકરાયને દોસ્તઆ તો એટલે બોલાઈ ગયું કે આજકાલ કોઈ કામ વગર ફોન જ નથી કરતું!

મિત્રએ કહ્યું, ‘તારી વાત સાવ સાચી છેઆજે તારી સાથે વાત કરવા પાછળનું પણ એક કારણ તો છે જ!’ મેં એક પ્રયોગ કર્યોમોબાઇલની ફોનબુક ખોલીઆંખો બંધ કરીને આંગળીને જોરથી ફેરવી નંબર સ્ક્રોલ કર્યાએ પછી સ્ક્રીન પર આંગળી મૂકીજોયું કે કોનું નામ છેતારું નામ હતુંકેટલા વખતથી તારી સાથે વાત નથી થઈ એ વિચાર્યું અને તને ફોન કર્યો!

તમે આનો પ્રયોગ ક્યારેય કર્યો છેન કર્યો હોય તો કરી જુઓમોબાઇલની ફોનબુક ખોલોનામને સ્ક્રોલ કરોસ્ક્રીન પર આંગળી મૂકોજુઓ કોનું નામ આવે છેચેક કરો કે તમે એની સાથે છેલ્લે ક્યારે વાત કરી હતીશું વાત કરી હતીઆજે વાત કરવાની હોય તો તમે શું વાત કરોસૌથી મહત્ત્વની વાત તો એ કે એની સાથે તમને વાત કરવાનું મન થાય છે કે કેમઅનુભવો ફોનબુકના કેટલાંક નામ ઝાંખાં પાડી દેતાં હોય છેફેવરિટ્સમાં તો એક-બે નામ જ હોય છે અને ‘ફ્રિક્વન્ટી કોન્ટેક્ટેડમાં પણ લિસ્ટ કંઈ લાંબું નથી હોતુંફોનબુક પર નજર કરજોસંબંધોની ઘણી બધી વ્યાખ્યાઓઘણી બધી વ્યથાઓ અને ઘણી બધી અવસ્થાઓ નજર સામે તરવરી જશે!

દરેક માણસને એવો વિચાર તો આવ્યો જ હોય છે કે બધા જ લોકો સ્વાર્થનાં સગાં છે.કામ હોય ત્યારે આપણને ગમે ત્યાંથી શોધી કાઢે છેફોનના નંબર બદલાઈ ગયા હોય તો ગમે તેની પાસેથી શોધી લે છેઆવી ફરિયાદો કરનાર પોતે ક્યારેય એવું વિચારતો નથી કે મેં કોને કામ વગર ફોન કર્યા છેઆપણને કંઈ કામ પડે ત્યારે વિચારીએ છીએ કે આ કામ કોનાથી પાર પડે એમ છેએને શોધીને આપણે રિક્વેસ્ટ કરીએ છીએક્યારેક તો આપણે આપણા જ મોઢે એવું કહીએ છીએ કે તને એમ થતું હશે કે આ તો કામ પડે ત્યારે જ યાદ કરે છેયાદ તો હું તને ઘણી વખત કરું છુંપણ પછી થાય કે તને ક્યાં ડિસ્ટર્બ કરવોતું તારા કામમાં બિઝી હોયનેએટલે તને હેરાન નથી કરતોવાત ન કરવા બદલ આપણે કેટલા બધા એસ્ક્યુઝીસ આપતા હોઈએ છીએ!

એક મિત્રએ તેના મિત્રને ફોન કર્યોતેણે કહ્યું કે તારું એક કામ પડ્યું છેકદાચ તને એમ થશે કે કામ પડ્યું એટલે તને ફોન કર્યોસામે છેડેથી મિત્રએ કહ્યું કે નામને જરાયે એવું થતું નથીઊલટું અે વાતનું સારું લાગે છે કે કામ પડ્યું ત્યારે સૌથી પહેલાં તને હું યાદ આવ્યોકોઈ માણસ ક્યારેય કોઈ સાથે રેગ્યુલર સંપર્કમાં રહી ન શકેએવું જરૂરી પણ નથી.વાત થાય ત્યારે ઉષ્મા હોવી જોઈએ અને મુલાકાત થાય ત્યારે હૂંફનો અહેસાસ થવો જોઈએ.

એક માણસ સંત પાસે ગયોતેણે કહ્યું કે હું બધા લોકોથી થાકી ગયો છુંલોકો કામ હોય ત્યારે જ મને યાદ કરે છેબધા સ્વાર્થી છેકામ વગર કોઈ યાદ નથી કરતુંસંતે હસીને કહ્યું કેતમે મારી પાસે શા માટે આવ્યા છોતમારો પણ સ્વાર્થ તો છે જનેતમને એમ છે કે મને અહીં શાંતિ મળશેબે સારી વાત થશેઅલબત્તમહત્ત્વ એ નથી કે તમે અહીં શા માટે આવ્યા છોમહત્ત્વની વાત એ છે કે તમને હું કેવી રીતે જોઉં છુંહું તમને સ્વાર્થી નથી સમજતોહું તો મારી જાતને નસીબદાર માનું છું કે તમે મને તમારા પ્રશ્નના જવાબ માટે લાયક સમજ્યોતમારી પાસે જ્યારે કોઈ આવે ત્યારે તમને એવો ગર્વ કેમ નથી થતો કે એ વ્યક્તિએ તમને જવાબદાર સમજ્યાએને તમારી કાબેલિયત પર વિશ્વાસ કર્યો.

હાઅમુક લોકો એવા હોય છેજે કામ પતે એટલે દૂર થઈ જાય છેએવું તો થવાનું જ છેઆપણે પણ કોઈનું કામ કરીએ ત્યારે બેકઅપ માઇન્ડમાં એવું હોય જ છે કે એ માણસ મને કોઈ દિવસ કામ લાગશેતમને કામ પડે ત્યારે કદાચ એ ન કરે અથવા તો ન કરી શકે.એવી વાતનો અફસોસ શા માટે કરવોઆપણે કોઈનું કામ કરી શકીએ તેમ ન હોય ત્યારે સામેની વ્યક્તિને પ્રેમથી પોતાની અસમર્થતા જાહેર કરવી જોઈએહું આ કરી શકું તેમ નથીઆ મારા બસની વાત નથીહું દિલગીર છુંમોટા ભાગે માણસો આવું કરતા નથી.હા એ હા કરવી એ કામ ન કરવા કરતાં પણ વધુ ખરાબ બાબત છે.

સંબંધમાં ઓનેસ્ટી સૌથી વધુ જરૂરી છેએક માણસ સ્વાર્થી નીકળેકામ પતે પછી છેડો ફાડી નાખે એટલે બધા એવા થઈ જતા નથીતમારી પાસે લોકો તેમના કામ માટે વધુ આવે છેતો માનજો કે તમે શક્તિશાળી છોતમે નસીબદાર છો કે લોકો તમારી પાસે આવે છે.દુનિયા તો સંબંધમાં હિસાબો રાખવાની જ છેકામ પડે ત્યારે લોકો ‘છેડા’ શોધવાના જ છે.સારા કામમાં હાયરૂપ થવાય તો થવું અને કામ પતી જાય પછી એવી અપેક્ષા ન રાખવી કે તમે કામ કર્યું એટલે એ પણ કરશે જઆવું વિચારશો તો સરવાળે દુ:ખ જ થવાનું છેલોકો તો જે કરવાના હશે એ જ કરશેઆપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણે શું કરવું છે.બીજા જેવા થઈ જવું સહેલું હોય છેઆપણે જેવા હોઈએ એવા રહેવું એ જ મહત્ત્વનું હોય છે.
છેલ્લો સીન :
જે દિવસને આપણે ભરપૂર જીવ્યો એ જ દિવસ આપણો હોય છેબીજા દિવસો તો તારીખિયાનાં પાનાં જ હોય છે-અજ્ઞાત.

('દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, તા. 20 જાન્યુઆરી 2016, બુધવાર, 'ચિંતનની પળે' કોલમ)

kkantu@gmail.com