લાઇવ ટેલિકાસ્ટ...

તા. 18 ને ગુરુવારે સવારે 11 થી 12 સુધી બાયસેગ ઉપગ્રહ પ્રસારણ સેવા મારફતે ધોરણ 10 અને 12ના સ્ટુડન્ટસને પરીક્ષા પૂર્વે પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર મારા વકતવ્યનું જીવંત પ્રસારણ થવાનું છે. મારા બંને અંગત મિત્રો જય વસાવડા અને ભદ્રાયુભાઇ વછરાજાનીનું વકતવ્ય પણ આ જ શ્રેણી અંતર્ગત યોજાયું છે. આ માધ્યમથી સ્ટુડન્ટસને મળવાનો આનંદ છે.