એક હતો રાહુલ...

રાહુલ, જે આજથી બરાબર એક વર્ષ પહેલા 
કાયમ માટે ચાલ્યો ગયો. 
રાહુલ ઉગતો કવિ હતો પણ અચાનક આથમીને બધાને આઘાત આપતો ગયો. રાહુલ તેની પત્ની નેહાને કહેતો કે એક દિવસ મારો કાવ્યસંગ્રહ પ્રસિધ્ધ થશે. રાહુલનું આ સપનું નેહા તેની પ્રથમ પુણ્યતિથિએ પૂરું કરવા જઇ રહી છે. ચાર આંખોએ જોયેલું સપનું જ્યારે બે આંખોએ પૂરું કરવું પડે ત્યારે ઘણી આંખો ભીની થઇ જતી હોય છે. રાહુલ નથી, તેના શબ્દો છે, આજે તા. 2 એપ્રિલ 2016 ને શનિવારે અમદાવાદમાં તેના શબ્દો પુસ્તકરુપે સાર્થક થવાના છે...