કવિ રાહુલ જોષીના કાવ્યસંગ્રહનું વિમોચન
કવિ રાહુલ જોષીના કાવ્યસંગ્રહ મધ્યાહને સૂર્યાસ્તનું અમદાવાદ ખાતે વિમોચન થયું. કવિ અને લેખક શ્રી ચીનુભાઇ મોદી, શ્રી ધીરુભાઇ પરીખ, સ્વ. રાહુલના મિત્ર જિતેન્દ્ર જોષી અને રાહુલના પત્ની નેહા જોષી સાથે વિમોચનની વેળા...આ તસવીરમાં બે લોકો નથી જેમણે આ કાર્યક્રમમાં પહેલેથી ઊંડો રસ લઇ સ્વ. રાહુલને શબ્દદેહે જીવતો રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, એ છે કવિ હરદ્રાર ગોસ્વામી અને કવિ મનિષ પાઠક.